કડી: ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતા અને માર્ગ દર્શન હેઠળ ઉદ્યોગસાહસિકતા, આર્થિક સંપન્નતા અને ગૌ કલ્યાણ જેવા અનેક વિષયો પર કામ કરે છે, GCCI એ ગૌ આધારિત ઉત્પાદનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા છે, જે સરકાર અને ઉત્પાદકો સાથે સહયોગ કરે છે અને ઉદ્યોગ માટે ટકાઉ વ્યૂહરચનાઓ માટે પ્રોત્સાહિત કરે છે. ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) ની કારોબારી બેઠક શુક્રવાર, 20 ડિસેમ્બર 2024ના રોજ સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી નંદ ગૌશાળા, કડી-થોળ રોડ, ત્રિશા ફાર્મ પાસે, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત ખાતે રાખવામા આવેલ છે.
આ બેઠકમાં GCCIના વિઝન અને મીશનના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સંસ્થાના માળખાને મજબૂત કરવા અને રાષ્ટ્રીય અને રાજ્ય ટીમોની રચના કરી, વધુ સારા સંકલન અને કાર્યક્ષમતા માટે વહીવટી બાબતો અંગે ચર્ચા થશે. GCCI દ્વારા આગામી વર્ષ માટે વિવિધ કાર્યયોજનાઓનો રોડમેપ તૈયાર કરવામાં આવે. આગામી GauTech 2025 માટે અપડેટ્સ અને તૈયારીઓ વિષે ચર્ચા થશે. GauTech ગાય આધારિત ઉદ્યોગોમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વિગતે ચર્ચા થશે. GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા બેઠકની અધ્યક્ષતા કરશે. ગૌ આધારિત ઉદ્યોગો, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સૌના સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મુકાશે.
આ બેઠકમા દેશભરમાંથી સાધુ સંતો, પ.પૂ. પરમાત્મા નંદજી, પ.પૂ. ત્રિકમદાસજી મહારાજ, પ.પૂ. ઋષભ દેવાનંદજી, પ.પૂ.ત્યાગ વલ્લભ સ્વામી, પ.પૂ.રણધીર સિંહ મહારાજ- ઝારખંડ, પ.પૂ. શહદેવદાસ ઇસ્કોન, અગ્રણી નેતાઓ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત સરકારના પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઇફ્ફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, RSSના ગૌ સેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રચારક અજીત મહાપ્રસાદ મહોપાત્રા, રાજસ્થાન ગૌ સેવા પરિષદના અધ્યક્ષ હેમ શર્મા, શ્યામ બિહારી ગુપ્તા- ગૌ સેવા આયોગ ચેરમેન ઉત્તર પ્રદેશ, શ્રવણગર્ગ હરિયાણા ગૌ સેવા આયોગ ચેરમેન, GTUના પૂર્વ વાઇસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠ, પ્રદીપ ગાંધી પૂર્વ સાંસદ, પદ્મશ્રી ગેમાભાઈ ચૌધરી-ગુજરાત, વલ્લભભાઈ(સરદાર)- કડી સર્વ વિદ્યાલય, કલકત્તાના ઉદ્યોગપતિ કે.કે. સિંઘાણીયા, ડો. આર.આર.યાદવ,પ્રફુલભાઈ સેંજલિયા, ડો. રણવીર સિંહ- બરેલી IVRI,ડો. એસ. કે. કુમાર. – બેંગ્લોર, મહેન્દ્ર બજાજ, ડો. મહેન્દ્ર ગર્ગ- રાજસ્થાન, ગૌરવ કેડીયા- દિલ્લી, નીરજ ચૌધરી- ઉતરાખંડ,માધવ હેબર-કર્ણાટક, જિતેન્દ્ર અને ભાગ્યશ્રી ભાખરે- નાગપુર, ગૌ કથાકાર – ફૈયસખાન છત્તીસગઢ, ગૌરવ કુમાર ગુપ્તા- ઉત્તરપ્રદેશ, મનીષ બાજપાઈ-દિલ્હી, મયુરભાઈ મહેતા- પત્રકાર, ગીરીશભાઈ શાહ-સમસ્ત મહાજન, મિનેશભાઈ પટેલ- અમદાવાદ, ચિનમોઈ ચક્રવર્તી કલકતા, અરુપ- ત્રિપુરા, ડો. જગન્નાથ પટનાયક- ઓડીસા, હુકમચંદ પાટીદાર- મધ્યપ્રદેશ, ધર્મેશ જાગીદાર મધ્યપ્રદેશ, દેવારામભાઈ પુરોહિત- ગુજરાત, નિખિલ દેસાઈ EDII,વૈંકટ જી – આંધ્રપ્રદેશ નરસિંહરાવ- આંધ્રપ્રદેશ આ ઉપરાંત અનેક GCCI ના સભ્યો આ વ્યૂહાત્મક ચર્ચામાં હાજરી આપી મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ બેઠક ટકાઉ, ગૌ કેન્દ્રિત વિકાસ માટે GCCI ની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે એક મહત્વનું પગલું છે.
વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી મિતલભાઈ ખેતાણી મો. 98242 21999, જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર મો. 8074238017, તેજસ ચોટલિયા મો. 8320177647 મિનાક્ષીબેન શર્મા 8373909295 નો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.