મોરબી – રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક નવા બની રહેલા કોર્ટ બિલ્ડીંગ પાસે ટ્રક ચાલકે બ્રેઝા કારને ટક્કર મારતા બ્રેઝા ગાડી પલ્ટી જતા કાર ચાલક અને સાથે રહેલા વ્યક્તિને ઇજાઓ પહોંચતા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી – રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક નવા બની રહેલા કોર્ટ બિલ્ડીંગ સામે જીજે – 36 – વી – 6446 નંબરના ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી જીજે – 03 – એનપી – 5510 નંબરની બ્રેઝા કારને ટક્કર મારતા બ્રેઝા કાર પલ્ટી જતા કાર માલિક અનિલ નવઘણભાઈ લીંબડીયા ઉ.31 અને તેની સાથે રહેલા વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી છૂટતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.