પશુપાલકે વાડીનું શીંડુ તોડી નુકશાન કરતા ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં એક પશુપાલકે વાડીનું શીંડુ તોડી કપાસના તેમજ ડુંગળીના ઉભા પાકમાં પોતાના 10થી 15 જેટલા ગાયભેંસને ઘુસાડી ભેલાણ કરાવી ખેતર ખૂંદી નાખતા બનાવ અંગે વાડી માલિકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના પાનેલી ગામે ફારસર પાટી તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતા મહાદેવભાઈ ડાયાભાઇ ડાભી નામના ખેડૂતે પાનેલી ગામે જ રહેતા પશુપાલક મુન્ના રાણાભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની માલિકીની ચાર વિઘા જમીનમાં વાવેલ કપાસમાં એક પણ વિણ કર્યા વગરનો કપાસ તેમજ ડુંગળીનો રોપ અને ભમરા વાળી ડુંગળી ઉભી હોય જેમાં આરોપીઓએ વાડીનું શીંડુ તોડી પોતાની માલિકીના દસથી પંદર જેટલા ગાય અને ભેંસ ઘુસાડી ઉભો પાક ખૂંદી નાખી ભેલાણ કરાવી નુકશાન કર્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે પંચાયત ધારા મુજબ તેમજ બીએનએસ કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.