મોરબી : મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. આવી મોરબીના ધારાસભ્ય કાંતિલાલના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ છેતરપીંડી કરવાનો નવો કીમિયો હોવાની પણ શકયતા દેખાઈ રહી છે.
મોરબીના અનેક ફેસબુક ગ્રુપમાં મહેશ પટેલ અને જ્યોતિ પરમાર નામના આઇડીમાંથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથેની પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. ઘરેથી કામ કરો ફકત જિલ્લાનું નામ વોટ્સએપ કરો આ સાથે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આવી જ રીતે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના ફોટો સાથેની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.
આ પોસ્ટમાં આપેલા નંબર કોઈ હિન્દી ભાષી વ્યક્તિના છે. જેઓ ફોન ઉપર વધુ કોઈ વાત કરતા નથી. તમામ લોકોને વોટ્સએપમાં મેસેજ મોકલો, એટલે ડિટેઇલ મોકલવામાં આવશે તેવો જવાબ આપે છે. આમ હાલની સ્થિતિએ જોબ પ્લેસમેન્ટના નામે આ છેતરપીંડીનો કીમિયો હોવાનું જણાય આવે છે.
આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મને થોડી વાર પહેલા આ વાત જાણવા મળી છે. મેં એસપીને કહીને સાયબર ક્રાઇમમાં જાણ કરી છે. પોલીસ તુરંત પગલાં લઈ મારા નામે સોશિયલ મીડિયામાં મુકનાર શખ્સને પકડે તે અંગે કહ્યું
