મોરબી:મોરબીમાં નાતાલની પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાશે.જેમાં 25 ડિસેમ્બરે મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલ ખાતે 9મી વખત નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય દ્રષ્ટિએ તુલસીના મહત્વને સમજાવતા જાગૃતિ લક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે.
મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલ ખાતે આગામી 25-12-24 નવમો તુલસી દિવસ ઉજવાશે. જેમાં તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે તુલસી પૂજન , મહિમા ,રોપા વિતરણ તેમજ તુલસી સન્માન પત્ર એનાયત સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ બિઝનેશ કાર્નિવલમાં ધોરણ 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ તા.24,25 ડિસેમ્બર સમય :-સવારે 9 થી સાંજે 5 સુધી યોજાશે. આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થી સંમેલન વર્ષ 2017થી 2021 દરમિયાન એટલે કે શાળામાં ધોરણ 12 પૂર્ણ કરેલ પ્રથમ પાંચ બેચના સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન- શાળા સમયનું સંભારણું, સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે.
