મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2024 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
વધુમાં, તા -16 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર દરમિયાન સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે , તા 21.12.2024 નાં રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતા જાગૃત થાય તે હેતુ અંગેનું આયોજન કરેલ છે. જે સવારે 9-30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડ – ગેંડા સર્કલ – મયુર પુલ – નગર દરવાજા – રવાપર રોડ – બાપા સીતારામ ચોક – નવા બસ સ્ટેન્ડ – ભક્તિ નગર સર્કલ નાં રૂટ મુજબ નું આયોજન કરેલ છે. તેમ ડી આર ઘાડીયા અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ, વર્તુળ કચેરી, મોરબીએ જણાવ્યું છે.