મોરબી : દીપક ફાઉન્ડેશન મોરબી જિલ્લાના હળવદ તાલુકા ના 2 ગામોમાં “પ્રકલ્પ સંગાથ” નું અમલીકરણ કરી રહેલ છે. દીપક ફાઉન્ડેશન દ્વારા “પ્રોજેક્ટ સંગાથ” અંતર્ગત ગામના નાગરિકોને પૂર્વ જરૂરી દસ્તાવેજો અને પાત્રતા ધરાવતા લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિષે વિના મૂલ્યે સલાહ અને માર્ગદર્શન તેમજ તેઓને લાભ ના મળે ત્યાં સુધી ફોલોઅપ ની કામગીરી કરવામાં આવે છે. ઓગસ્ટ, ૨૦૨૪ માં “પ્રકલ્પ સંગાથ” ના સુપરવાઇજર તે ગામોમાં કાર્યરત ફેસિલિટેટર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર ટીકર(રણ) ગામના ૨૯ બહેનો ને “મહિલા વૃતિકા તાલીમ યોજના” અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણની બે દિવસીય તાલીમ માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જે મંજૂર થતાં ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ ટીકર(રણ) ગામ ખાતે મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાન હેઠળ ગુજરાત સરકારના નવતર અભિગમને ધ્યાનમાં રાખી ગામની બહેનો ઘરે બેઠા આજીવિકા મેળવી પગભર થઈ શકે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા “પ્રકલ્પ સંગાથ” અંતર્ગત આ તાલીમ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી ડો. પરાગ કાચા દ્વારા બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ આપી તેઓને ટોપરના લાડુ, ટામેટાં કેચપ, મિક્સફ્રૂટ જામ, ખજૂર લીંબુ નું અથાણું, ફરાળી જલેબી, મિક્સ શાકભાજી નું અથાણું, પાઈનેપલ શરબત બનાવતા શીખવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલીમાર્થી બહેનો ને બાગાયત વિભાગ દ્વારા બે દિવસ નું સ્ટાઈફંડ રૂપે રૂપિયા ૫૦૦/- આપવામાં આવશે.


