મોરબી : મોરબી જિલ્લામાં યમરાજાએ મુકામ કર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ચાર વ્યક્તિના અલગ અલગ કારણોસર અકાળે મોત થતા પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરીI છે.
મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર બેઠા પુલ નીચે કોઈ કારણોસર પડી જતા રાજુભાઇ સોંડાભાઈ ઠુંગા ઉ.32 રહે.કાલિકા પ્લોટ, પરસોતમ ચોક વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરના ઢુંવા નજીક ફેવરિટ પલ્સ કારખાના પાછળ વોકળામા ડૂબી જતાં અંદાજે 35થી 40 વર્ષના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડી વિસ્તારમાં વીજ શોક લાગતા મહેશ કાંતિભાઈ નાયક ઉ.30 નામના ખેત શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. ગત તા.20 નવેમ્બરના રોજ માળીયા તાલુકાના સરવડ ગામની સીમમાં ભનાભાઈ રમેશભાઈ પટેલની વાડીએ દવા છાંટતા સમયે ઝેરી દવાની અસર થતા મૂળ મધ્યપ્રદેશની વતની અનિતાબેન શોભારામ ડામોર ઉ.15 નામની સગીરાનું સારવાર દરમિયાન રતલામ મધ્યપ્રદેશ ખાતે તા.8 ડિસેમ્બરના રોજ મૃત્યુ થતા માળીયા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.