સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માહે નવેમ્બર 2024માં 16 તારીખ સુધીમાં જીલ્લામાં માર્ગ સલામતિને ધ્યાને રાખી મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઈઓનો ભંગ કરતા હોય તેવા વાહનોના ચેકિંગની કામગીરી દરમિયાન 649 વાહનોને ચલણ ઈશ્યુ કરી 61.28 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે
જેમાં ઓવરલોડના 150 કેસમાં 29.82 લાખ રૂપિયા, ઓવરડાયમેનશનના 55 કેસમાં 2.46 લાખ રૂપિયા, ફિટનેશ વિનાના 13 વાહનોમાં 0.65 લાખ, પરમિટ વિનાના 43 વાહનોમાં 0.43 લાખ, ડ્રાયવિંગ લાયસન્સ વિનાના 100 વાહનોમાં 3 લાખ, પિયુસી વગરના 65 વાહનોમાં 0.32 લાખ, મોટર વાહન ટેક્ષ વગરના 16 વાહનોમાં 5.15 લાખ, એલ.ઈ.ડી. લાઈટ લગાવેલ હોય તેવા 181 વાહનોમાં 10.86 લાખ, રોડ સેફ્ટીના ગુન્હામાં 201 વાહનોમાં 2.01 લાખ તેમજ અન્ય 29 કેસોમાં 6.59 લાખનો દંડ કર્યો છે
