મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે મગનભાઈ પ્રેમજીભાઈ મેરજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની મડિયાભાઈ હુકુમભાઈ દાવર ઉ.45 નામના ખેતશ્રમિક ગત તા.18 નવેમ્બરના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે માનસર ગામના સ્મશાન પાસે વોકળાના કાંઠે બાઈક સ્લીપ થયા ઇજાઓ પહોંચતા સારવાર માટે ખરગોન મધ્યપ્રદેશ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.