મોરબીના જુના બિલીયા મુકામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી રાજુભાઇ જે.ભટ્ટ, વાસુદેવભાઇ ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ડી.ભટ્ટ, જીતુભાઇ ડી.ભટ્ટ, લલીતભાઇ ડી.ભટ્ટ અને શાસ્ત્રી હર્ષદિપ એલ.ભટ્ટ, બળવંતભાઇ વી.ભટ્ટ વિગેરે દ્વારા સ્થાનિક રોકાણ કરી જપ ચાલુ કરેલ છે.અને સુરાપુરા આ દાદાનું સ્થાનક છે.તેનો પાકો આરસીસી હોલ બનાવવાના કામનો કોન્ટ્રાકટર આપી બાંધકામ ચાલુ કરેલ છે..આનંદદાયક વાત એ છે કે સર્વાનુમતે તા.૧૭-૧૨ થી ૨૦-૧૨ આ જગ્યાએ અનુષ્ઠાન ચાલુ કરેલ છે.ભટ્ટ પરિવાર ગ્રૂપના કોઈપણ વ્યક્તિ આ અનુષ્ઠાન જપ યજ્ઞમાં આવી શકે છે અને તા.૨૨ ને રવિવારે સવારે આ જ જગ્યામાં કરેલ જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.તો આ પ્રસંગે ભટ્ટ પરિવાર ગ્રુપ અને બિલીયા સુરાપુરા દાદા પરિવાર ગ્રૂપ તેમજ તમામ ભટ્ટ પરિવારને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે. વૃક્ષારોપણ માટે નામ નોંધવાનું ચાલુ છે.
વ્યવસ્થાના ભાગ રૂપે મોડામાં મોડા તા.૨૧ ને શનિવાર સાંજ સુધીમાં આવનાર સંખ્યાની જાણ રાજુભાઇ જે.ભટ્ટ (મો.૯૮૨૪૨ ૩૯૦૯૭) અથવા ચંદ્રેશભાઇ ભટ્ટ (મો.૬૩૫૧૨ ૦૭૬૧૮) ને ફોનથી કરશો.તેમજ આ જગ્યાએ આપણા કુળદેવી હિંગળાજ માતાજી, બહુચર માતાજીની સ્થાપના કરી છે.જે જુના બીલીયા ગામે સાણંદીયા પરિવારના કુળદેવી બહુચર માતાના શિખર બંધ મંદિર હતુ તે આ સુરાપુરા દાદા મંદિરના ગ્રાઉન્ડમાં જ છે તે તેઓએ કાયમી ધોરણે ભટ્ટ પરિવારને અર્પણ કર્યું છે.તા.૨૨ ને રવિવારે યોજાનાર હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ અને તેમના ધર્મપત્ની અ.સૌ.જયશ્રીબેન દિનેશભાઇ ભટ્ટ સાતક બેસવાના છે.
