સ્પાના સંચાલનમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ
મોરબી : મોરબીમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાના ઉપર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા છે. આ ઉપરાંત અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બેન્ક ઓફ બરોડા પાછળ ક્રિષ્ના ચેમ્બરમાં ત્રીજા માળે ભૂરા સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી બોડી મસાજના ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જ્યાં પોલીસની ટીમે દરોડો પાડી સ્પાના માલિક અને સ્પામાં જ રહેતા પંકજ રમેશભાઈ રાઠવા રહે. મૂળ હરખપુર- છોટા ઉદેપુર તેમજ મેનેજર નારણ પરસોત્તમભાઈ સીતાપરા રહે.ઉમિયાનગરવાળાની ધરપકડ કરી છે.
સ્પાના સંચાલનમાં વિજયભાઈ ઉર્ફે ભૂરાભાઈ પટેલ તથા હિતેશભાઈ ભદ્રેચાનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એન.એ.વસાવા, એ.એસ.આઇ મહેન્દ્રસિંહ ઝાલા, પો.હે.કો. જગદીશભાઇ ડાંગર, પો.કોન્સ. બ્રીજેશભાઇ, રાજપાલસિંહ જાડેજા, મનોજભાઇ ગઢવી, દશરથસિંહ જેઠવા તથા મહિલા કોન્સ. પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.
