મોરબી શહેર અને જિલ્લાના પોલીસે દેશી, વિદેશી દારૂ અને દારૂનો નશો કરી છાકટા બનેલા તેમજ નશાની હાલતમાં વાહન લઈને નીકળેલા શખ્સો વિરુદ્ધ તવાઈ ઉતારી હતી અને સમગ્ર જિલ્લામાં પ્રોહીબિશન એકટ મુજબ 49 કેસમાં કાર્યવાહી કરી ટંકારાના નેકનામ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી.
મોરબી શહેરમાં તેમજ જિલ્લામાં તમામ પોલીસ મથકો દ્વારા દેશી, વિદેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ દારૂનો નશો કરી ખેલ કરતા તેમજ વાહન હંકારવાના કિસ્સામાં પણ પોલીસે ઝુંબેશ રૂપે કામગીરી કરી હતી. આ ઉપરાંત ટંકારા તાલુકાના નેકનામ ગામે દરોડો પાડી આરોપી કાંતાબેન મોતીલાલ જાદવના ઘેર દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી 13 હજારનો મુદ્દામાલ કબજે કરી કુલ 49 કિસ્સામાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.