મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ચાર શખ્સો સાથે બે યુવાનો બોલતા ન હોવાથી એ બાબતનો ખાર રાખી રસ્તા વચ્ચે ગાળો આપ્યા બાદ બન્ને યુવાનોના ઘેર જઈ મારામારી કરી કુહાડીના ઘા ઝીકી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીની ફૂલછાબ કોલોનીમાં રહેતા ઇરફાનભાઈ ઉર્ફે ઇભો ગનીભાઈ કાસમાણી ઉ.43 નામના ફરિયાદીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ફરહાન મયુદીન મેમણ, સાબિર અનવર પીલુડિયા, હાજી ઇકબાલ પીલુડિયા અને સોહિલ રસિકભાઈ સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર સમીર તથા સાહેદ કાસમ આરોપીઓ સાથે બોલતા ન હોય બન્ને સ્કૂટર લઈને નિકળા ત્યારે આરોપીએ ગાળો આપતા ગાળ નહિ આપવા કહ્યું હતું. બાદમાં અન્ય લોકો એકત્રિત થઈ જતા આરોપીઓ ચાલ્યા ગયા હતા અને બાદમાં ફરી ફરિયાદીના ઘેર સ્વીફ્ટ કારમા આવી ઝઘડો કરી ફરિયાદીના દીકરા સમીરને કુહાડીનો ઘા મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.