Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઆયુષ્માન કાર્ડ હૈ તો દિલ ધડકતા હૈ; મોરબીના ચંપાબેનનું હૃદય બાયપાસ સર્જરીથી...

આયુષ્માન કાર્ડ હૈ તો દિલ ધડકતા હૈ; મોરબીના ચંપાબેનનું હૃદય બાયપાસ સર્જરીથી ફરી ધબકતું થયું

સરકારીશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આપવામાં આવતું આયુષ્માન કાર્ડ આજે લોકોની આરોગ્ય સુખાકારીનું એક મહત્વનું પરિબળ બની ગયું છે. ઘરમાં આવી જતી કોઈપણ આકસ્મિક બીમારી સમયે પરિવારમાં કોઈ પણ ચિંતા રહેતી નથી કેમકે આ ચિંતા નું ભારણ હવે આયુષ્માન કાર્ડ થકી સરકારે લઈ લીધું છે. આયુષ્માન કાર્ડ થકી ક્યાંક ઘરના મોભી તો કોઈના એકના એક દીકરો/દીકરી માટે જીવનદાન સાબિત થઈ રહી છે.

મોરબીમાં હૃદયની બીમારી બાદ આયુષ્માન કાર્ડથી સર્જરી કરાવી સ્વસ્થ બનેલા ચંપાબેન રમેશચંદ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, મને અચાનક જ હૃદયમાં દુખાવો ઉપાડતા અહીં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં હૃદયની બીમારી અંગે જાણ થતા ડોક્ટરે સર્જરી કરાવવાનું કીધું હતું. સામાન્ય પરિવાર માટે આ ઓપરેશન કરાવવું ઘણું કઠિન હોય ત્યારે સરકારની આયુષ્યમાન કાર્ડ ની યોજનાથી મારી બાયપાસ સર્જરી શક્ય બની શકી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન ચારથી પાંચ લાખ સુધીમાં કરવામાં આવે મારુ તે ઓપરેશન નિઃશુલ્ક થઈ ગયું. અમારા જેવા સામાન્ય પરિવારો માટે આ યોજના બનાવનાર સરકારનો ભલું થજો તેઓ ઉદગાર ચંપાબેન ના અંતરમાંથી આવ્યો હતો.

આયુષ્માન કાર્ડ ની યોજના હાલના સમયમાં અનેક સામાન્ય પરિવારો માટે આયુષ્યમાન ભવઃનું આશીર્વાદ સાબિત થઈ રહી છે. જન સુખાકારીની સાથે લોકોની આરોગ્ય સુખાકારી માટે પણ સરકાર સતત ચિંતિત છે. આરોગ્ય લક્ષી અનેક યોજનાઓ થકી લોકોની દરકાર સંવેદનશીલ સરકાર લઈ રહી છે. આયુષ્યમાન કાર્ડ થાકી ગંભીર બીમારીઓમાં દસ લાખ સુધીની સહાય સરકાર દ્વારા અર્પણ કરવામાં આવે છે. જે સહાય થકી આજે ગુજરાત સમગ્ર દેશમાં અનેક લોકોને જીવનદાન મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments