મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની આપાતકાલીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો અને કારોબારી સભ્યે સંયુક્ત રીતે નિર્ણય લઈ હાલના પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદીની જગ્યા નવા કાર્યકારી પ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યાની વરણી કરી છે.
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી રવિવારે ઈનામ વિતરણના કાર્યક્રમ રાખવામા આવેલ હતો જો કે, આ કાર્યક્રમને હાલ રદ કરવામાં આવેલ છે અને નવી તારીખ આગામી સમયમાં નક્કી કરીને જાહેર કરવામાં આવશે તેવી માહિતી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામત્રી મિલેશભાઈ જોષી, કમલભાઈ દવે, કેયૂરભાઈ પંડ્યા અને અમુલભાઇ જોષીએ આપેલ છે.