મોરબીમાં આજે બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં 554માંથી 495 વકીલોએ મતદાન કર્યું હતું. સાંજે મતગણતરી બાદ પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરીયા અને ઉપપ્રમુખ તરીકે જીતેનભાઈ અગેચાણીયા વિજેતા બન્યા છે.
પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં હતા. જીતેન્દ્રસિંહ જાડેજાને 209 મત, ચેતનભાઈ સોરીયાને 252 મત, પ્રાણલાલભાઈ માનસેતાને 17 મત, દેવજીભાઈ પરમારને 5 મત મળ્યા હતા. જેથી ચેતનભાઈ સોરીયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ પદના ઉમેદવાર જીતેનભાઈ અગેચાણીયાને 259 મત, દેવજીભાઈ પરમારને 10 મત, રજાકમિયા બુખારીને 20 મત, મનીષભાઈ જોશીને 186 મત મળ્યા હતા. જેથી જીતેનભાઈ અગેચાણીયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સેક્રેટરી પદના ઉમેદવાર ભાવેશભાઈ ભટ્ટને 192 મત, અશોકકુમાર ખુમાણને 255 મત મળ્યા હતા. જેથી અશોકકુમાર ખુમાણને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર ચિરાગભાઈ કંઝારીયાને 297 મત, દેવજીભાઈ પરમારને 32 મત, ધવલભાઈ શેરસિયાને 142 મત મળ્યા હતા. જેથી ચિરાગભાઈ કંઝારીયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કારોબારી પદના ઉમેદવાર રાહુલભાઈ ગોલતરને 199, પ્રદીપભાઈ કટીયાને 169, કરમશીભાઈ પરમારને 261, મોનિકાબેન સંઘાણીને 251 અને કુલદીપ ઝંઝવાડીયાને 197 મત મળ્યા હતા. જેથી રાહુલભાઈ ગોલતર, કરમશીભાઈ પરમાર અને મોનિકાબેન સંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
