મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા મિયાણાના સંધવાણીવાસમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી એક શખ્સને 3 કિલોગ્રામ 930 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો, આરોપી ગાંજાનો આ જથ્થો સુરતના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણાના સંધવાણી વાસમાં માલાણી શેરીમાં રહેતા આરોપી વલીમોહમદ શેરમહોમદ મોવર ઉ.21 નામનો શખ્સ નશાકારક ગાંજો વેચે છે, જે બાતમીને આધારે આરોપીના રહેણાંકમાં દરોડો પાડતા આરોપીના કબ્જામાંથી પોલીસને 3 કિલો 930 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે 39,300ની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સહિત કુલ મળી 44,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછતાછમા ગાંજાનો આ જથ્થો સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતા આરોપી અસલમ રફીકભાઈ માણેક પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
