મોરબી : આગામી તારીખ 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કુંભ મેળાને પ્લાસ્ટિક મુક્ત રાખી પર્યાવરણના સંરક્ષણ માટે પ્રત્યેક ઘરેથી એક થાળી અને એક થેલી અભિયાન ચલાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત એક થાળી એક થેલી અભિયાન મહાકુંભને અનુલક્ષીને 20 ડિસેમ્બરના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં 5 હજાર થાળી અને થેલીનો લક્ષ્યાંક સુપેરે પૂર્ણ કરવામાં આવ્યો છે.. સંઘની યોજના અન્વયે આ અભિયાન મોરબી શહેર વિસ્તારમાં પૂર્ણ જાહેર કરાયું છે.