ક્લાસિસમાં ટાઇમસર આવવાનું કહેતા લાકડી વડે તેમજ ઢીકા પાટુની માર માર્યો હોવાની આઠ વિરુદ્ધ ફરિયાદ
મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્યુશન કલાસ ચલાવતા શિક્ષકે સગીરાની છેડતી કર્યાની ફરિયાદ બાદ શિક્ષકે સગીરા સહિતના આઠ લોકો વિરુદ્ધ સગીરા ટ્યુશનમાં મોડી આવતી હોવાથી ઠપકો આપતા આઠ લોકોએ વારાફરતી ટ્યુશન ક્લાસમાં આવી ઢીકા પાટુનો માર મારી લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જીતુભાઇ દોશી રહે.રામકૃષ્ણ નગર, આરોપી ભાવેશ કોઠારી રહે.અશોકાલય ઢાળ પાસે, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, હીતુભા ઝાલા, રહે.સામાકાંઠા, મિહિર પટેલ, ભાવિકાબેન કોઠારી, હર્ષિલ ભાવેશભાઈ કોઠારી અને એક અજાણ્યા માણસ સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના ક્લાસિસમાં આવતી વિદ્યાર્થીની સમયસર ક્લાસમાં આવતી ન હોય ઠપકો આપતા બધા આરોપીઓએ ક્લાસિસમાં વારાફરતી આવી ઢીકા પાટુનો માર મારી લાકડી વડે હુમલો ક્યોં હતો. બનાવ અંગે પોલીસે રવીન્દ્રકુમારની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
