મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા રવજીભાઈ ભીખાભાઇ નાયક ઉ.60 નામના વૃદ્ધ ખાખરાળા ગામ જવાના રસ્તે આવેલ વોકળામા ડૂબી જતાં મૃત્યુ નીપજયું હતું. બનાવ બાદ મૃતકના પુત્ર રમેશભાઇ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.