મોરબી શહેરમા આવેલ ખારીવાડી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ પાછળ બાથરૂમમાં અંદાજે 70 વર્ષના અજાણ્યા વૃદ્ધનો સળગી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા આ રહસ્યમય ઘટના અંગે બાંધકામના ધંધાર્થી માવજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયાએ સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.