મોરબીમાં રહેતા યુવાનની પત્ની સાથે આડા સંબંધ હોવાની તે વિસ્તારમાં રહેતા શખ્સની અફવા ફેલાઈ હોય તે બાબતે યુવાન તે શખ્સને સમજાવવા માટે ગયો હતો ત્યારે સામે વાળો શખ્સ ઉશકેરાઇ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને ઈજા કરી હતી.
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ મહાવીર નગરમાં રહેતા કાનજીભાઈ શંકરભાઈ સોનગ્રા (25)એ બાબુભાઈ ભગવાનજીભાઈ પરમારની સામે એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોય તેવી અફવા ફેલાઈ હતી જેથી આરોપીને સમજાવવા માટે થઈને ફરિયાદી યુવાન ગયો હતો ત્યારે તેને આરોપીએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ડાબા હાથમાં ફરિયાદી યુવાનને ઇજા કરી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં આરોપીને પણ ઈજા થયેલ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને મારામારીના આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.