આજરોજ તાલુકા સેવા સદન ખાતે રાજ્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટિપ્પણી કરી દેશના અનેક લોકોની લાગણીઓ દુભાવેલ છે. જે બદલ માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
