મોરબી તાલુકાના જાંબુડિયા ગામે ઓલ્વિન સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતા રાનીબેન રાહુલભાઈ વણઝારા ઉ.20 નામના પરિણીતા ગઈકાલે વહેલી સવારે કારખાના બહાર જાજરૂ જવા નીકળ્યા બાદ પરત નહિ આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં મળી આવતા સરકારી હોસ્પિટલમાં ખેસેડતા તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.