મોરબી : આજે ભારતના મહાન સપૂત, રાષ્ટ્રનાયક, અજાતશત્રુ, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી જીને જન્મજયંતી અવસરે ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે પુષ્પાંજલી અર્પણ કરી છે.
અદમ્ય રાષ્ટ્રભાવ ધરાવતા કવિ, દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડીલા નેતા, ઉત્તમ અને વિવેકી વક્તા અને જાજરમાન વ્યક્તિત્વ તરીકે સ્વ. અટલ બિહારી વાજપાઈજીએ દેશના પ્રત્યેક નાગરિકના હૃદયમાં એક સમ્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમ કહી ભાજપ અગ્રણીઓને તેમના જન્મદિવસે પુષ્પાંજલી અર્પણ કરી હતી.
