મોરબી : માળિયા તાલુકાના અગરિયાના પ્રશ્નો વર્ષોથી સળગતા છે અનેક રજુઆત છતાં અગરિયાના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. દરમિયાન આજે ગાંધીનગર ખાતે માળિયા તાલુકાના ગામના અગરિયાના પ્રશ્ન માટે કેબિનેટ મંત્રી મુળુંભાઈ બેરા સમક્ષ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજૂઆત કરી હતી. આથી મંત્રી મુળુભાઈ બેરાએ ખાત્રી આપી કે અગરિયાના પ્રશ્ન હલ કરી આપશે. આથી માળિયા તાલુકાના ગામના અગરિયા ભાઈઓએ આભાર માન્યો છે.
