મોરબીના રંગપર જેતપર રોડ ઉપર લેમોરેકસ સિરામિક કારખાના નજીક જીજે – 12 – બીટી – 8721 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે જીજે – 36 – એડી – 6568 નંબરનું બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ ઠુંગાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા હરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે જામનગરના નાની માટલી ગામે રહેતા દિનેશભાઇ હમીરભાઈ ઠુંગાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.