મોરબી : રાજ્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટિપ્પણી કરવાના વિરોધમાં આજરોજ તાલુકા સેવા સદન ખાતે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી ક૨વામાં આવી છે. આ દરમ્યાન માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકા સેવા સદન મોરબી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને અમિત શાહ રાજીનામું આપે એવા નારા લગાવવામાં આવ્યા હતા.