ટંકારા : નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલ ટંકારા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં પી.એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું. જેમાં હાર્મોનિયમ વાદન માં પ્રથમ નંબર ગામી ધ્રુવ મનસુખભાઈ, દ્વિતીય નંબર ભૂત દક્ષ જનકભાઈ, તબલા વાદનમાં તૃતીય નંબર પઢારિયા પાર્થ હર્ષદભાઈ, લગ્ન ગીતમાં દ્વિતીય નંબર બરાસરા ફેની પિયુષભાઈ તેમજ જાદવ લક્ષ્મી વિનોદભાઈએ તૃતીય નંબર મેળવી શાળનું ગૌરવ વધારેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને અને તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન આરદેશણા રેખાબેનને આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.
