ટંકારા શહેરમાં જુના હડમતીયા રોડ ઉપર દેવીપૂજક વાસના ઢાળીયા નજીક પોલીસે દરોડો પાડી આરોપી પ્રવીણભાઇ ઉર્ફે કન્યો વેલજીભાઈ વાઘેલા, અજયભાઈ વીરજીભાઈ વાઘેલા અને રાકેશભાઈ ભાણજીભાઈ વાઘેલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.