મોરબીમાં મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી અજાણ્યા યુવકે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી યુવકને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જુના આરટીઓ પાસે મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી કોઈ અજાણ્યો યુવક ડેમમાં પડ્યો હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ શોધખોળ કરી રહી છે. પુલ પાસે બાઈક ગઈકાલ બપોરના 2.30 વાગ્યાનું પડ્યું છે. જેની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં હાલ શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
