મોરબીના જાંબુડીયા ગામે પતીને પ્રેમિકા સાથે રહેવું હોય પત્નીને સાથે ના રાખવી હોય જેથી પ્રેમી પંખીડા એ મળીને પત્નીનું ગળું દબાવી હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિ અને પ્રેમિકાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રાજસ્થાનના રાયપુરમાં રહેતા અર્જુનસિંહ મોડાજી નાયક એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી પાયલ ઉર્ફે રાનીના પતિ આરોપી રાહુલ રોડુંલાલ નાયકને આરોપી રેવાલી સાથે આડા સંબધ હોય અને આરોપી રાહુલને રેવાલીને પોતાની બીજી પત્ની તરીકે સાથે રાખતો હતો અને પાયલ ઉર્ફે રાનીને પત્ની તરીકે રાખવી ના હોય જેથી બંને આરોપીઓએ પાયલ ઉર્ફે રાનીનું ગળું દબાવી મોત નીપજાવી મૃતદેહને દોરડા વડે બાંધીને ઓરડીની પાછળ નીચેના ભાગે મૃતદેહ ઉતારી મૂકી દઈ પુરાવાનો નાશ કરેલ હોય અને આરોપી રાહુલ એ પાયલના મોત બાબતે અર્જુનસિંહને ખોટી માહિતી આપી પુરાવાનો નાશ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિ અને પ્રેમિકાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે