હળવદ તાલુકાના રણમલપુર કેનાલ પાસેથી પિતા અને પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું હતું અને પિતા પુત્ર બંને પાણીમાં ગરક થયા હતા જે બંને પિતા પુત્રના મોત થયા છે
ખેડૂત પિતા અને પુત્ર રણમલપુર ગામેથી એન્જાર ગામે જતા હતા ત્યારે રણમલપુર નર્મદા કેનાલ પાસે બાઈક પરથી કાબુ ગુમાવી દેતા બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું હતું અને બાઈક સવાર પિતા અને પુત્ર બંને પાણીમાં ગરકાવ થયા હતા બનાવની જાણ થતા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી જોકે પિતા પુત્રના મૃતદેહ જ હાથ લાગ્યા હતા બનાવમાં ધીરૂભાઈ હરજીભાઈ (ઉ.વ.૫૫) અને પુત્ર વિશાલ ધીરૂભાઈ (ઉ.વ.૨૨) ના મોત થયા હતા બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે બનાવને પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

