મોરબી: સરસાવાડીયા પરિવારના સ્નેહમિલન અને રુદ્ર યજ્ઞ પ્રસંગે હનુમાન ગઢી જીવાપર (ચકમપર) ગામ ખાતે સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમા 65 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સરસાવાડીયા પરિવારે સ્નેહ મિલનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને અને યુવાનોને પ્રેરણા આપી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભરતભાઈ, ભાવેશભાઈ, જયંતીભાઈ, ધીરુભાઈ, ગોવિંદભાઈ, જયદીપભાઇ, હરિલાલભાઈ, મહેશભાઈ સરસાવડીયા અને સમગ્ર સરસાવડીયા પરિવાર જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, સરસાવડીયા પરિવાર અને જીવાપર ગામનો આભાર માન્યો હતો.
