મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં પાના ટીચતા આરોપી રમેશ પોપટભાઈ શિયાળ રહે.ખાખરેચી અને આરોપી સુનિલ રમેશભાઈ રાણેવાડિયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.