ત્રણ ચોર અડધી રાત્રે ઘરે- ઘરે જઈ ફાંફાં મારતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
મોરબી : મકનસર ગામે રાત્રીના તસ્કરોના આંટાફેરા થઈ રહ્યા હોય, સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઇ છે. ત્યારે પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે ગોકુળનગર વિસ્તારમાં ગત તા.23ના રોજ મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ત્રણ તસ્કરોએ ધામાં નાખ્યા હતા. આ તસ્કરોએ ઘરે ઘરે ફાંફાં માર્યા હતા. ઉપરાંત અનેક ઘરોની દીવાલ કૂદી અંદર ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઇ હોય, પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
