ફાયર વિભાગે 24 કલાકની જહેમત ઉઠાવી 35 વર્ષના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો
મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી ઝંપલાવનાર યુવકનો ફાયર વિભાગની ટીમે જહેમત ઉઠાવી મૃતદેહ શોધી કાઢયો છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી એક યુવકે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતા ગઈકાલે સવારથી ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. આ યુવકનું બાઇક પણ પુલ ઉપર જ પડ્યું હતું. 24 કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. આજે સવારે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનું નામ રવિભાઈ ધીરજલાલ કટારીયા ઉ.વ.35 હોવાનું જાણવા મળ્યું છે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
