મોરબી: 100 Days intensified Campaign નો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાનના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલમાં ટીબી સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 340 બંદીવાનનું ટીબી સ્ક્રિનિંગ, HIV, HBV, HCV, RPR ની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા મોરબી સબ જેલના અધિક્ષક એચ.એ. બાબરીયા, જેલર એ. આર. હાલપરા હાજર રહ્યા હતા તથા હાજર રહેલા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
