મોરબીના રવાપર રોડ ઉપર સુતા સુતા બાઈક ચલાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વીડિયો અપલોડ કરી વાયરલ કરનાર શખ્સને શોધી કાઢી કાયદાના પાઠ ભણાવી આ સ્ટંટબાજ શખ્સ પાસે રીકંટ્રંકશન કરાવી હવા સીટી એ ડિવિઝન પોલીસે કાઢી નાખી હતી.
મોરબી શહેરના રવાપર રોડ ઉપર રાત્રીના સમયે 72 નંબરના બાઈક ચાલકે સુતા સુતા બાઈક હંકારી પોતાની તેમજ અન્યોની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરી સ્ટંટનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરતા આ વીડિયો વાયરલ થયો હતો. આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા જ હરકતમાં આવેલ સીટી એ ડિવિઝન પોલીસે બાઈક નંબર તેમજ ઇન્સ્ટાગ્રામ આઇડીના આધારે તપાસ કરી જાહેરમાં સ્ટંટ કરનાર આરોપી મંજૂરહુસેન અસરફખાન પઠાણ રહે.હાલ રવિ પાર્ક, વાવડી રોડ વાળાની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવી સ્ટંટ કરવાની હવા કાઢી નાખી હતી.
