મોરબીના શનાળા ગામે પટેલ વાડી સામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ચૌહાણ ઉ.65 નામના વૃદ્ધને શ્વાસની બીમારી હોય એ બીમારીથી કંટાળી ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.