નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર પાસે ક્રિસ્ટલ સ્પામા 1000મા મસાજના અને 1000મા શરીર સુખની સુવિધા અપાતી હતી
મોરબી : મોરબી શહેરમાં સ્પાના નામે કુટણખાના ધમધમી રહ્યાનું જગજાહેર છે ત્યારે સીટી બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર નજીક આવેલ ક્રિસ્ટલ સ્પામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી કુટણખાનું ચલાવતા બે શખ્સને પકડી પાડયા હતા. જો કે, સ્પા માલિક હાજર મળી આવ્યો ન હતો. આ કુટણખાનામા પોલીસથી બચવા તેમજ ગ્રાહકને એલર્ટ કરવા છુપી ચાપ વડે રૂમમાં લાલ લાઈટ કરવામાં આવતી હોવાનું પણ દરોડામાં સામે આવ્યું હતું.
મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજમા ગ્રાહકોને શરીર સુખની સુવિધા આપવામાં આવતી હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ડમી ગ્રાહકને 2000 રૂપિયા આપી સ્પામા મસાજ માટે મોકલી દરોડો પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ક્રિસ્ટલ સ્પામાં ગ્રાહકોને 1000મા મસાજ અને 1000 રૂપિયા વધારાના આપ્યેથી રૂપલલના સાથે શરીર સુખ માણવાની સુવિધા આપવામાં આવતી હોવાનું દરોડામાં સામે આવતા પોલીસે સ્પામાં નોકરી કરતા આરોપી ભાવેશ હિમતભાઈ કાતરિયા મૂળ રહે. જોલાપુર, રાજુલા, અમરેલી અને ભલાભાઈ રણછોડભાઈ ભીલ મૂળ રહે.હિંડોરના, રાજુલા, અમરેલી વાળાની ધરપકડ કરી પૂછતાછ કરતા ક્રિસ્ટલ સ્પાનો માલિક પ્રશાંત કેશુભાઈ કેશુર રહે.મોરબી વાળાના કહેવાથી અહીં બહારથી મહિલાઓ બોલાવી ગ્રાહકો પાસેથી સ્પા મસાજના 1000 લઈ મહિલાને 500 આપવામાં આવતા હોવાનું અને કોઈ ગ્રાહક શરીર સુખ મણવાનું કહેતો વધારાના 1000 લઈ 500 રૂપિયા મહિલાને આપી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું કબુલ્યું હતું.
દરોડા દરમિયાન ડમી ગ્રાહક વાળા રૂમમાં લાલ લાઈટ ચાલુ બંધ થતી હોવાનું ધ્યાને આવતા આ બાબતે પકડાયેલ આરોપીઓની પૂછતાછ કરતા તેઓએ કબુલ્યું હતું કે, પોલીસ દરોડો પાડે તો મુખ્ય કાઉન્ટરના ટેબલ નીચે એક સ્વીચ લગાવેલ છે જે દબાવતા જ તમામ રૂમમાં લાલ લાઈટ ચાલુ બંધ થાય અને પોલીસ આવ્યાની જાણ થતાં જ ગ્રાહકો અને લલનાઓ વ્યવસ્થિત થઈ જાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. દરોડામાં પોલીસે 3500 રોકડા, 55 હજારના બે મોબાઈલ ફોન અને કોન્ડમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન ઝારખંડ, સુરત અને દિલ્હીની ત્રણ મહિલાઓ મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.

