મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રી મિટીંગમાં પૂર્વ વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહના આત્માની શાંતિ માટે 10 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
આવનારી ચૂંટણીને અનુલક્ષી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ દરમિયાન સૌએ 10 મિનિટ મૌન પાળીને ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈની હાજરીમાં તમામ હોદ્દેદારોને આવનારી ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી. દરેક બુથ સુધી પહોંચવા માટે તમામ હોદ્દેદારોને હાકલ કરાઈ હતી.

