મોરબી એલસીબી ટીમે પીપળી રોડ ઉપર આવેલ સાનિધ્યપાર્કમા રહેણાંક મકાનમાં દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂના 36 ચપલા સાથે પકડી પાડયા બાદ ચપલા આપી જનાર બુટલેગરનું નામ ખોલાવી બીજો દરોડો ગજાનંદ પાર્કમાં પાડી 496 ચપલા પકડી પાડી બે દરોડામાં કુલ 532 ચપલા કબ્જે કરી એક આરોપીને અટકાયતમાં લઈ અન્ય બે શખ્સને ફરાર દર્શાવી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે પીપળી રોડ ઉપર આવેલ સાનિધ્યપાર્કમાં રહેણાંકમાં દરોડો પાડી આરોપી અશોક ભાવાભાઈ સોલંકીના કબ્જામાંથી વિદેશી દારૂના 36 ચપલા કબ્જે કરી પૂછતાછ કરતા વિદેશી દારૂના આ ચપલા આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહકીયા રહે.સાનિધ્યપાર્ક વાળા મારફતે આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે.ગજાનંદ સોસાયટી, પીપળી રોડ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
બીજી તરફ આરોપીની કબૂલાત બાદ એલસીબી ટીમે પીપળી રોડ ઉપર ગજાનંદ પાર્કમાં આવેલ આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાના રહેણાંકમાં દરોડો પાડતા બાજુમાં આવેલ બંધ મકાનમાંથી વિદેશી દારૂના 496 ચપલા મળી આવતા રૂપિયા 49,600નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, આરોપી મહાવીરસિંહ હાજર નહિ મળી આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.