મોરબી શહેરના સર્કિટ હાઉસ નજીક વિદ્યુતનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયાના રહેણાંકમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 20,232 કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો અનવર મુસાભાઈ કુરેશી રહે.મોરબી વાળો આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.