મોરબીના ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી (૧) મુકેશભાઈ લાભુભાઈ આત્રેશા (ર) જીવરાજભાઈ નરશીભાઈ અદગામા અને (૩) રોનક ઉર્ફે રામજી જયંતીભાઈ માજુશાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 620 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.