આવતી કાલે સોમવાર અને અમાસ છે એટલે સોમવતી અમાસ મહાદેવ ને રીઝવવાનો અનેરો અવસર
મોરબી: આવતીકાલે તારીખ 30 ડિસેમ્બરને સોમવાર ના રોજ સાંજે 6.30 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલ સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી તેમજ મહાઆરતીના દાતા શ્રી ત્રીવેદી એસોસીયેટસ તથા સદગુરુ ફ્લાયર G.I.D.C. વાળા તથા ભાવિક ગજ્જર યુટ્યુબરના સંગીતના તાલે મહા આરતી તથા આતીષ બાજી અને પ્રસાદી દીપ્રમાળા નું આયોજન કરેલ છે તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત શ્રી પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.
