સિદસર ઉમિયાધામ સવા શતાબ્દી મહોત્સવમાં હાજરી આપતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ મહોત્સવમાં રાજકીય-સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના દાતાઓની દિલેરી ધનદાન અને સ્વયંસેવકોના શ્રમદાન, સમયદાનને બિરદાવતા મહોત્સવ વેળાએ શ્રેષ્ઠ દાતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
ત્યારે આ સવા શતાબ્દી મહોત્સવમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાટીદાર સમાજના મોભી જેરામભાઇ વાંસદડિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, માં ઉમિયા માતાજીના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અને આ અવસરમાં સહભાગી થવાનો મને લાભ મળ્યો હતો.


