મોરબીમા વરલીના આંકડા લેતા એક ઝડપાયો
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલિકા પ્લોટ શેરી નંબર – 2મા દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી બસીર સલીમભાઈ ચાનીયાને રોકડા રૂપિયા 2050 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે પકડી લઈ પૂછતાછ કરતા વરલીના આકડાની કપાત આરોપી બસીર હુસેનભાઈ ચાનીયા રહે.મોરબી વાળા પાસે કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.