રંગમાં ભંગ : મોરબીના ધરમપુર નજીક દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી
30 બોટલ દારૂ સહિત પોલીસે 83,120નો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબીન ધરમપુર નાલા નજીક વિદેશી દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ એલસીબી ટીમે દારૂ સપ્લાય કરવા આવેલ બે શખ્સને અલ્ટો કાર સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જો કે, દારૂની ડિલેવરી લેવા આવનાર શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ દરોડામાં પોલીસે 30 બોટલ દારૂ અને અલ્ટો કાર મળી 83,210નો મુદ્દામાલ પકડી પાડી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના ધરમપુર ગામના નાલા નજીક વિદેશી દારૂનું કટિંગ થનાર હોવાની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી અંકિત અરુણભાઈ રાઠોડ અને આરોપી વિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે.શ્રધ્ધાપાર્ક, નવલખી રોડ નામના શખ્સ જીજે – 03 – સીઆર – 2759 નંબરની અલ્ટો કારમાં મળી આવતા કારની તલાશી લેતા કારમાંથી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની 30 બોટલ કિંમત રૂપિયા 33,210 મળી આવતા 50 હજારની અલ્ટો સહિત કુલ રૂપિયા 83,210નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓએ વિદેશી દારૂનો આ જથ્થો આરોપી મયુર બટુકભાઈ વાઘેલા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી, ધરમપુર રોડ વાળાને આપવા માટે આવ્યા હોવાની કબુલાત આપતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.